Home « વસંત ઋતુ મહેકે જયારે ….. gujarati poem

વસંત ઋતુ મહેકે જયારે ….. gujarati poem

February 5th, 2010 by tailor preeti.

થરથરતા હોઠોને બોલવાની ઋતુ આવી ગયી ,
મૌનનો વાણીવિલાસ સાંભળવાની ઋતુ આવી ગયી ,
પ્રેમની મંજરીને પાંગરવાની ઋતુ આવી ગયી ,
તમારા વિચારોમાં ખોવાયો એવો કે ખબર જ નાં પડી ને વસંત ઋતુ આવી ગયી …
શબ્દોની કક્કો બારાખડી રોજ ગોઠવતો
આયના સામે રોજ એ સંવાદોને બદલતો ,
તમારા બદલાતા ચેહરાની રેખાઓ પણ એ દર્પણમાં જોતો ,
પણ તમને સામે જોતા જ બીજી ગલીમાં વળી જતો ….
ડરી જતો કે તમને કેવું લાગશે ?
તમે મારા ઇજનને કેવી રીતે મૂલવશો ???
ખબર નહોતી કે દિલ ની દુનિયા માં દિમાગ ને કોઈ સ્થાન નથી …
દિલની ધડકનો સાંભળવા માટે કોઈ કાન નથી …..
બસ નજરનું ઉઠવું ને નજરને ઝુકાવામાં
જાણે અજાણ્યે એક સેતુ રચાય છે ,
પ્રેમની એક પગથાર રચાય છે …
સાથે જીવવા મારવાના કોલ અપાય છે …
પરવા નથી અંત હશે મિલન કે વિરહ નો …
બસ તમને આ દિલ માં સ્થાન મળી જાય છે ……
વસંત ઋતુ મહેકે જયારે …..

VN:F [1.9.1_1087]
Rate as a user:
Rating: 6.3/10 (4 votes cast)
વસંત ઋતુ મહેકે જયારે ..... gujarati poem , 6.3 out of 10 based on 4 ratings

Leave a Reply